Monday, Dec 29, 2025

ઔરંગઝેબ વિવાદ નાગપુરમાં હિંસા, પથ્થરમારો-આગચંપી, વાહનોમાં તોડફોડ

2 Min Read

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મુદ્દે ચાલી રહેલો વિવાદ નાગપુરમાં હિંસક બન્યો છે. જેમાં હિંદુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કબરને દુર કરવાની માંગ કરી રહ્યા છે. જેનો વિરોધ કરવા સોમવારે નાગપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક સંગઠનોએ પ્રતીકાત્મક રીતે ઔરંગઝેબની કબરનું દહન કર્યું. જ્યારે ત્યારબાદ થયેલી હિંસામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. નાગપુરમાં 163 ધારા લાગુ પાડી પોલીસ પ્રશાસને અને લોકોને ઘરની બહાર નહીં નીકળવાનો અનુરોધ કર્યો છે.

ઔરંગઝેબની પ્રતીકાત્મક રીતે કબર દહન દરમિયાન ઉપયોગમાં લેવાતી ચાદર પર વિવાદ ઉભો થયો હતો. જેના કારણ કે મુસ્લિમ સમુદાયે દાવો કર્યો હતો કે ચાદર પર ધાર્મિક વસ્તુઓ લખેલી હતી. જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી. જેના લીધે નાગપુરના મહલ વિસ્તારમાં શિવાજીની પ્રતિમા સામે મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું.

તમને જણાવી દઈએ કે, મહલમાં અશાંતિ બાદ, સીઝ ઓપરેશનમાં ડેપ્યુટી પોલીસ કમિશનર નિકેતન કદમ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ પથ્થરમારાના શિકાર બન્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિટનીસ પાર્કથી શુક્રાવરી તાલાબ રોડ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં તોફાનીઓએ કેટલાક ફોર-વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમણે કહ્યું કે લોકોના ઘરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે જણાવ્યું હતું કે શહેરમાં BNSની કલમ 163 (IPCની કલમ 144ની જેમ) લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે 20 પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે રાજ્ય ભાજપ પ્રમુખ અને કેબિનેટ મંત્રી ચંદ્રશેખર બાવનકુલે સાથે બેઠક યોજી હતી. આ પછી બાવનકુલે નાગપુર જવા રવાના થયા. મુખ્યમંત્રીએ તેમને ઘટનાનો અહેવાલ રજૂ કરવા કહ્યું છે. છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એ.સી.પી.એ જણાવ્યું હતું કે જિલ્લામાં એક કંપની અને SRPFની બે પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.

Share This Article