Wednesday, Nov 5, 2025

ડિંડોલી ઉમિયાધામ મંદિરમાં દશાબ્દી મહોત્સવ : આજે મુખ્યમંત્રી હાજર રહેશે

1 Min Read
Oplus_131072

ડિંડોલી સ્થિત ઉમિયામાતા મંદિર ખાતે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવના આયોજન સાથે જ ભક્તોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. છેલ્લા છ મહિનાથી દશાબ્દી મહોત્સવને લઈ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે સોમવારે બપોરે મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સમગ્ર ડિંડોલી વિસ્તારમાં ફરશે. ત્યારબાદ મંગળવારથી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે.

સોમવારે સાંજે પ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીના આશીવા મેળવશે.ઉમિયાપુરમના આંગણે ડિંડોલી સ્થિત ઉમિયામાતા મંદિરે ૧૮થી ૨૦ માર્ચ દરમિયાન ભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે. સોમવારે બપોરે ડિંડોલી વિસ્તારમાં કળશયાત્રા-શોભાયાત્રા નીકળશે.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. જ્યારે ૧૮ માર્ચને મંગળવારથી ૨૦ માર્ચના ગુરુવાર સુધી સહસ્ત્ર ચંદી મહાયજ્ઞ, સહસ્ત્ર કળશ અર્ચા શુદ્ધિ પ્રયોગનું આયોજન કરાયું છે. ૧૮ માર્ચના મંગળવારે સવારે ૮.૩૦થી બપોરે ૧૧.૩૦ વાગ્યા સુધી મોઢેરા તપોવન આશ્રમના મહામંડલેશ્વર અવધકિશોરદાસ રામાયણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. મંગળવારે બપોરે ૨થી સાંજે ૫ વાગ્યા સુધી પરિવારોત્સવ યોજાશે. રાત્રીએ ૯ વાગ્યે ડાયરો, બુધવારે સવારે ધર્મસભા, ગુરુવારે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુરુવારે રાત્રીએ રાસગરબા, ગુરુવારે સાંજે ૭ વાગ્યે ઉમિયામાતાની મહાઆરતી થશે.

ત્રિદિવસીય રંગારંગ કાર્યક્રમો પૂર્વે સોમવારે સાંજે ૫ વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થયેલી સભા મંડપ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવશે.

Share This Article