સુરતના કુંભારિયા વિસ્તારમાં એક કાર ચાલકે સોસાયટીના લોખંડનો દરવાજો સાથે કાર અથડાવી હતી. આ દરમિયાન એક ચાર વર્ષની બાળકી ગેટ પાસે રમી રહી હતી. ત્યારે અચાનક કારની ટક્કરથી ગેટ તેના માથે પડી જતાં બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સુડા સહકાર રેસિડેન્સીમાં ઘરની બહાર રમતી છોકરી પર ગેટ પડી જતા મોત નિપજ્યું છે. 4 વર્ષની બાળકી સોસાયટીના ગેટ પાસે ઉભી હતી. ત્યારે અચાનક કાર આવી સોસાયટીના ગેટ સાથે ટક્કરાઈ હતી. જેના કારણે ગેટ બાળકી પર પડ્યો હતો. છતા કારચાલક ઉભો રહીને બાળકીની મદદ કરવાની જગ્યાએ ગેટ પર કાર ચઢાવી જતો રહ્યો હતો. કાર ચાલકે બ્રેક ન મારતા બાળકી ગંભીર રીતે કચડાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના કુંભારિયા ગામની સુડા સહકાર રેસિડેન્સીમાં બની હતી.
પોલીસે ઘટના સ્થળે જઈ બાળકીના મૃતદેહનો કબજો લીધો છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,તો મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,તો બાળકો જયારે એકલા રમતા હોય ત્યારે માતા-પિતામાંથી કોઈ એક વ્યકિતએ તેમની સાથે રહેવું જરૂરી છે,કયારેક નાની ભૂલ તમારા બાળકનો જીવ લઈ શકે છે,ત્યારે પોલીસ આરોપી સામે કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું.