Wednesday, Nov 5, 2025

પીએમ મોદીના કાર્યક્રમ પહેલા રિહર્સલ દરમિયાન કિશોરને માર મારનાર પોલીસને નોટિસ

1 Min Read

સુરતમાં પોલીસે સાયકલ પર જતા બાળકને વાળ ખેંચી માર્યો હોવાનો વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ આજે પીએમ મોદી આવનાર હોવાના કારણે ગતરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રિહર્સસ દરમિયાન ભૂલથી એક બાળક સાયકલ લઇને વચ્ચે આવી ગયો હતો. ત્યારે સાયકલ પર જઈ રહેલા એક બાળકને પોલીસ કર્મી દ્વારા વાળ ખેંચી મારવામાં આવ્યો હતો.

પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, એ મોરબી જીલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા, સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી એમને પરત મોરબી મોકલી આપ્યા છે. મોરબીનાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પોસઇ બી.કે. ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે અને એમનાં પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે !

વડાપ્રધાન મોદીના આગમનને લઈ રિહર્સલ ચાલી રહ્યુ હતું તે સમયે રિહર્સલ દરમિયાન સાઈકલ સવાર બાળક આવતા પોલીસ કર્મીને ગુસ્સો આવ્યો હતો. જેના પગલે PSIએ પોતાની બેદરકારીનો રોષ બાળક પર ઉતાર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. PSI બાળકને વાળ પકડીને મોં પર મુક્કા માર્યા હતા.

Share This Article