ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે હવે તેમણે નગર પાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા નપાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોરની વરણી કરાઈ છે. જ્યારે વડનગર નપાના પ્રમુખ મીતીકાબેન શાહ તેમજ ઉપ્રમુખ જ્યંતિજી ઠાકોરની વરણી થઈ છે.
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હેટ્રીક મારી છે. ત્યારે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે નવા મેયર, ડેપ્યુટી મેયર સહીતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત
બનાસકાંઠા, મહેસાણા, નવસારી, ગાંધીનગરમાં ભાજપ જિલ્લા પ્રમુખ રીપીટ કરવામાં આવ્યા છે.જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઇ મકવાણાની વરણી કરવામાં આવી છે જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, સુરતમાં ભરતભાઇ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.