Friday, Dec 19, 2025

વિદેશ મંત્રી જયશંકર પર લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનો હુમલાનો પ્રયાસ

2 Min Read

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બ્રિટનની મુલાકાતે ગયા છે. બ્રિટનની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગે ભારત કે બ્રિટન તરફથી કોઇ સત્તાવાર વાત કરવામાં આવી નથી. અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ લંડનમાં એક ફંક્શન માંથી પરત ફરી રહ્યા હતા. ખાલિસ્તાનીઓએ જયશંકર સહિત અનેક ભારતીય અધિકારીઓને અનેક વખત ધમકીઓ આપી છે.

ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ગુરુવારે લંડનમાં જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે ચથમ હાઉસ થિંક ટેન્કની એક ઇવેન્ટમાં ભાગ લીધા બાદ કારમાં પરત ફરી રહ્યા હતા.

લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે પાકિસ્તાને ભારત પાસેથી જે ભાગ (POK) ચોરી લીધો છે તે હવે તેના પરત આવવાની રાહ જોઈ રહ્યું છે. તે ભાગ ભારતમાં જોડાતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ જશે.

એક વ્યક્તિએ તેમને કાશ્મીરના ઉકેલ વિશે પ્રશ્ન પૂછ્યો. આનો જવાબ આપતાં વિદેશ મંત્રીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ, કલમ 370 દૂર કરવામાં આવી. આ પહેલું પગલું હતું. આ પછી, બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવાનું હતું. ત્રીજું પગલું સારા મતદાન ટકાવારી સાથે મતદાન કરાવવાનું હતું.

વિદેશ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે કાશ્મીરનો તે ભાગ પાછો આવશે જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવામાં આવ્યો છે. જ્યારે આવું થશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.

Share This Article