Thursday, Oct 23, 2025

ઓલિમ્પિક મેડાલિસ્ટ સુશીલ કુમારને મળ્યા જામીન

2 Min Read

જૂનિયર રેસલર સાગર ધનખડ હત્યા કેસમાં દિલ્હી હાઈકોર્ટે કુસ્તીબાજ સુશીલ કુમારને નિયમિત જામીન આપ્યા છે. હાઈકોર્ટે સુશીલ કુમારને ૫૦ રૂપિયાના બૉન્ડ પર જામીન આપ્યા છે. સુશીલ કુમારની હત્યાના સંદર્ભમાં મે 2021 માં ધરપકડ કરવામાં આવી હતી.

સુશીલને અગાઉ જુલાઈ 2023 માં સર્જરી માટે સાત દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જામીન આપતી વખતે દિલ્હીની રોહિણી કોર્ટે કહ્યું હતું કે સાત દિવસના જામીન સમયગાળા દરમિયાન બે સુરક્ષા કર્મચારીઓ તેની સાથે 24 કલાક હાજર રહેશે. આ જામીન 23 જુલાઈથી 30 જુલાઈ સુધી મંજૂર કરવામાં આવ્યા હતા જેના માટે 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બૉન્ડ ભરવાના હતા. સુશીલને સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન તે સાક્ષીઓને ધમકાવશે નહીં કે પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. સુશીલ કુમારની સુરક્ષા માટે બે ગાર્ડ આપવામાં આવ્યા હતા.

જૂનિયર પહેલવાનો પર દબદબો બનાવવાનો હતો આરોપ
કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ, સુશીલ કુમારે છત્રસાલ સ્ટેડિયમમાં હંગામો કરવાની યોજના બનાવી હતી, જે દરમિયાન જૂનિયર રેસલર સાગર ધનખડનું મૃત્યુ થયું હતું. ખરેખર સુશીલ કુમાર યુવા કુસ્તીબાજોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતો હતો.

2021 માં થઇ હતી ધરપકડ
સુશીલ ઉપરાંત તેના સાથી ખેલાડીઓ પર 23 વર્ષીય સાગર પહેલવાન તેના મિત્ર સોનુ અને અન્ય ત્રણ લોકો પર હુમલો કરવાનો પણ આરોપ છે. આ હુમલો ૪ મે ૨૦૨૧ ના રોજ રાત્રે થયો હતો. સાગરનું ઈજાઓને કારણે મૃત્યુ થયું. આ ઘટના બાદ સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી અને તેને રોહિણી કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2021 માં તેને જેલમાં મોકલવામાં આવ્યો. તેને જામીન મળી શક્યા નહીં.

Share This Article