Sunday, Dec 28, 2025

રાજધાની દિલ્હીમાં બે જૂથો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગર, 5 લોકો ઇજાગ્રસ્ત

2 Min Read

દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી છે. દિલ્હીના જ્યોતિ નગરમાં પરસ્પર અદાવતને કારણે 2 જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 3 માર્ચે રાત્રે લગભગ 9:00 વાગ્યે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટનાની માહિતી મળી હતી, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તેમના પુત્રને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે. જ્યારે પોલીસ ટીમ SOC એટલે કે શક્તિ ગ્રેડન,ગલી નંબર-1 પર પહોંચી ત્યારે પોલીસ ટીમે જોયું કે, બે જૂથો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની તપાસ માટે ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરિંગમાં સંડોવાયેલા શંકાસ્પદોને ઓળખવા અને ધરપકડ કરવા માટે ટેકનિકલ અને મેન્યુઅલ ઇનપુટ્સનું વિશ્લેષણ કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી અને પોલીસ હાલ જૂની અદાવતનાં કારણની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોની પૂછપરછ અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

Share This Article