સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે સાવા ગામની ડદમાં ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં ને.હા.48 ઉપર કેમિકલ ભરી પસાર થતા ટેન્કર સાથે મળીને કેમિકલ ભરેલા ટેન્કરો હોટેલના પાર્કિંગમાં લાવીને ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરીને ચોરીના કેમિકલ વેચાણ કરવાનું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે 4 લોકોને પકડી પાડયા છે અને 2 કરોડ 17 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ સવા ગામની હદમાં મુંબઈ અમદાવાદ ને.હા. નં.48 ઉપર આવેલા ચૌધરી પેલેસ નામની હોટલના પાર્કિંગમાં જાલિમ તથા ઈમરાન નામના બે ઇસમોએ ચૌધરી પેલેસ હોટલ ઉપર સતાર ખાન સમાનામના ઈસમને વોચમેન તરીકે નોકરી ઉપર રાખ્યો હતો. ડાઇવે ઉપર કેમિકલ ભરી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મળીને કેમિકલ ભરેલા ટેન્કરો હોટલના પાર્કિંગમાં લાવી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી ચોરીના કેમિકલ વેચાણ કરવાનું નેટવર્ક ચલાવે છે. આ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ત્યાં દરોડો પાડયો હતો.
ચૌધરી હોટલના પાર્કિંગમાં નોકરી કરતો ચોકીદાર અલગ અલગ ટેન્કરોના ડ્રાઈવરો સાથે મળીને ટેન્કરના વાલ્વ ખોલી ટેન્કરના વાલ્વ બોક્ષની નીચે પ્લાસ્ટિકના કેરબાઓ મુકીને ટેન્કરમાં ભરેલું પ્રવાહી વાલ્વ ખોલી ટેન્કરમાં રહેલ પ્રવાડી ચોરી કરી રહ્યાં હતા.
જિલ્લા પોલીસે ત્રણ ટેન્કર ચાલક સહીત ચોકીદારને ઝડપી પાક્યા હતા. મુખ્ય આરોપી કેમિકલ ચોરી કરાવનાર જાલિમ તથા ઈમરાનને વોન્ટેડ જાહેર કરી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ટેન્કર, કેમિકલ કેરબા, પ્લાસ્ટિકની પાઈપ, મોબાઈલ અને રોકડા રૂપિયા સહીત કુલ 2,17,98,560 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આ સમગ્ર મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.