Thursday, Oct 23, 2025

ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, રિલાયન્સ 3 ડાઉન

2 Min Read

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મંદી યથાવત છે. સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો છે અને 73000નું સપોર્ટ લેવલ તોડી 72900 નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ ઘટીને 22000ના સપોર્ટ લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ સહિત બેંક ફાઇનાન્સ શેરમાં વેચવાલીથી શેરબજાર તૂટ્યું છે. તમને જણાવી દઇયે કે, સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં મહિને તૂટ્યા છે, જે 29 વર્ષની સૌથી લાંબી મંદી છે. શેરબજારમાં લાંબી મંદીથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.

બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 73198 સામે વધીને આજે 73427 ખુલ્યો હતો. ઉછાળે ખુલીને સેન્સેક્સ ઉપરમાં 73649 સુધી ગયો હતો. જો કે રિલાયન્સ, અદાણી પોર્ટ્સ અને બેન્કિંગ ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી તટ્યું. ઇન્ટ્રા-ડે ટોચથી સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ તુટ્યું અને 72788 લેવલ નીચે ઉતરી ગયું છે. 72800નું સપોર્ટ લેવલ તુટ્યા બાદ સેન્સેક્સ વધુ ઘટવાની આશંકા છે.

સ્થાનિક સ્તરે જીડીપીના મજબૂત ડેટા, તેમજ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો આર્થિક ગ્રોથ વેગવાન રહેવાની સંભાવનાઓને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, એફઆઈઆઈનું વેચાણ પ્રેશર, તેમજ ટેરિફ વોર, જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસે માર્કેટ પર પ્રેશર બનાવ્યું છે. અમેરિકાની ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની નીતિ આ સપ્તાહે લાગુ થવાની છે. સામે ચીને પણ કૃષિ પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન શાંતિ કરાર કરવા તૈયાર ન હોવાની અટકળોએ જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વધી છે.

Share This Article