ફેબ્રુઆરી મહિનો પુરો થઈ ગયો. જો કે 1901 બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમી પડી છે. ફેબ્રુઆરીમાં સરેરાશ 22 ડિગ્રી ગરમી પડી છે. આ ગરમી છેલ્લા 125 વર્ષમાં સૌથી વધુ રહી છે.
ફેબ્રુઆરીમાં ગરમી વધુ પડી છે, ત્યારે સૌને ચિંતા પેંઠી છે કે ફેબ્રુઆરી આટલો ગરમ રહ્યો તો એપ્રિલ અને મેમાં તો ગરમી ત્રાહિમામ પોકરાવી દેશે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પણ વધુ ગરમી પડી છે. છેલ્લા અઠવાડિયામાં તો સરેરાશ ગરમી કરતાં ગુજરાતમાં 4-5 ડિગ્રી ગરમી વધુ પડી છે. એ જોતાં હવામાન વિભાગની આગાહી ચિંતા કરાવે એવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચના બીજા અઠવાડિયાથી જ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જાય તો નવાઈ પામવા જેવી નથી. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ મે મહિના જેવી અકળાવનારી ગરમીનો અનુભવ માર્ચ મહિનામાં થશે. આ વર્ષ 2025માં અસહનીય ગરમી પડશે. આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ત્રણ થી ચાર ડિગ્રી વધારે નોંધાશે. માર્ચમાં જ હિટેવવ જોવા મળશે અને ત્રીજા-ચોથા સપ્તાહમાં મળીને પાંચેક દિવસ હિટવેવ રહશે.
મતલબ કે ભારે ગરમી માટે પણ બધાએ તૈયાર થઈ જવું પડશે. યાદ રહે કે જળવાયુ પરિવર્તનને કારણે હવામાનમાં પલ્ટો જોવા મળી રહ્યો છે, ત્યારે ઊનાળો આ વખતે આકરો રહેશે તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે.