મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે મુંબઈમાં મુખ્યમંત્રીના કાર્યાલયને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક મેસેજ વોટ્સએપ પર મળ્યો હતો. આ મેસેજ મુંબઈ પોલીસને મળતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સએપ પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મામલે વર્લી પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર ટ્રાફિક પોલીસને આ ધમકીભર્યો મેસેજ એક પાકિસ્તાની નંબર પરથી મોકલવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.
અધિકારીઓએ ધમકીનો જવાબ આપવામાં કોઈ સમય બગાડ્યો નહીં. ગોરેગાંવ પોલીસે પૂછપરછ માટે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી, જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમાંતર તપાસમાં આરોપીની ઓળખ અને ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન, શંકાસ્પદે ઇમેઇલ મોકલવાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે, પરંતુ તપાસકર્તાઓ હવે સંદેશના ચોક્કસ મૂળ અને આ કૃત્ય પાછળના કોઈપણ સંભવિત હેતુઓ નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે.
આ પેહલા પણ જાન્યુઆરી મહિનામાં ડેપ્યુટી સીએમ શિંદેને આવી ધમકી મળી ચૂકી છે. જાન્યુઆરી મહિનાની ધમકી બાદ પોલીસે થાણેના 6 વર્ષીય હિતેશ ધેંડે નામના શખ્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. પીટીઆઇ અનુસાર, હિતેશ ધેંડેએ શિંદે વિરુષ સોશિયલ મીડિયા પર અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર બાદ મેસેજ દ્વારા તેમને મારી નાખવાની ખૂલ્લી ધમકી પણ મોકલી હતી. શ્રીનગર પોલીસ સ્ટેશના સિનિયર ઈન્સ્પેક્ટર ગુલઝારિલાલ ફડતારેએ PTIને આપવામાં આવેલી માહિતી મુજબ થાણેના વરલી પાડા વિસ્તારમાં રહેનાર આરોપી હિતેનશ ધેંડેની શોધખોળ હાલમાં ચાલુ છે.