Wednesday, Nov 5, 2025

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, 1 દાઝ્યો

1 Min Read

સુરત શહેરના ટેક્ટાઈલ માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બનતા આગને કાબૂમાં લેવા માટે સુરત મનપા ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં આગની ત્રણ ઘટના સામે આવી હતી. આગમાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરતમાં શહેરના બે અલગ અલગ વિસ્તારમાં બે મકાનોમાં આગ લાગી હતી. જેમાં નાનપુરા ખાતે આવેલા જીવનશૈલી એપાર્ટમેન્ટમાં આગનો બનાવ સામે આવ્યો હતો. વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. જેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. પાંચ માળની બિલ્ડીંગ ભયાવહ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. જેથી 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જેણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જો કે, ભીષણ આગમાં મકાનનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો.

બીજી ઘટનામાં બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારે બન્યો આગનો બનાવ બન્યો હતો. બેગમપુરામાં હાથી ફળીયા વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

Share This Article