અમદાવાદમાં લાઇફ સ્ટાઇલ સંબંધિત રોગ વધી રહ્યા છે. જેને લઈ હૉસ્પિટલો દ્વારા આગામી 5 વર્ષમાં 3000 નવા બેડ ઉમેરવામાં આવશે. મોટી અને નાની હૉસ્પિટલો દ્વારા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરમાં 2000 થી 3000 કરોડનું રોકાણ કરવામાં આવશે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર થયેલા વાતાવરણમાં બદલાવના કારણે હાર્ટના કેસમાં 15 ટકાનો વધારો થયો છે.
અદાણી જૂથ અમદાવાદ અને મુંબઈમાં 2,000 પથારીની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો સ્થાપવાની યોજના ધરાવે છે, જેમાં અમદાવાદને આશરે 1,000 પથારી ફાળવવામાં આવશે. દરમિયાન, ઝાયડસ હોસ્પિટલે પૂર્વીય અમદાવાદમાં 300 બેડની મલ્ટિ-સ્પેશિયાલિટી સુવિધા આપવાની જાહેરાત કરી છે, જેમાં આશરે 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ડબ્લ્યુ. એચ. ઓ. નો એક અહેવાલ પ્રમાણે ભારતમાં જીવનશૈલીના રોગોએ ચેપ સંબંધિત રોગોને પાછળ છોડી દીધા છે. કાર્ડિયોલોજી, કેન્સર, ન્યુરોલોજી જેવા જીવનશૈલીના રોગો સંબંધિત સેવાઓની તાત્કાલિક જરૂર છે.
આ વર્ષે 1 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી શ્વાસોશ્વાસ, હૃદય અને ટ્રોમાના કેસમાં વધારો થયો છે. શ્વોસોસ્વાસના કેસમાં 16.02 ટકા, હૃદય સંબંધિત તકલીફના કેસમાં 18.89 ટકા અને ટ્રોમા કેસમાં 15.62 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે શ્વાના કેસ 15027 હતા, જે ચાલુ વર્ષે 17467 થયા છે. હૃદયરોગના 10200 કેસ સામે આ વર્ષે 12127 કેસ નોંધાયા છે.