Sunday, Dec 28, 2025

રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનાં આયોજનમાં હોબાળો, લોકોમાં ભારે રોષ

1 Min Read

રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આયોજીત એક સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. નવી જિંદગીની શરુઆત કરવા જઈ રહેલા અને લાખો સપના સેવી રહેલા વર અને કન્યાને સપાના રોળાયા છે. વરઘોડીયા વાજતે ગાજતે પરણવા ઉત્સુક હતા, જાનૈયા પણ વટ પાડવા માટે તૈયાર હતા, તે જ સમયે જાણવા મળ્યું કે, આ સમૂહ લગ્નનું આયોજન કરનારા આયોજકો તો ફરાર થઈ ગયા છે. આ ઘટના જાણ્યા બાદ જાનૈયા અને વર કન્યાના મોઢા પડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા.

લગ્નવિધિ અટવાઈ જતાં કેટલાક યુગલ લગ્ન કર્યા વગર જ પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે સ્થળ પર હાજર જોડાંઓની લગ્નવિધિ કરાવવાની જવાબદારી ઊપાડી હતી અને લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવ્યું હતું. આમ, રાજકોટ પોલીસ વર-કન્યા પક્ષનાં પરિવાર માટે દેવદૂત બની હતી.

Share This Article