Sunday, Dec 28, 2025

બિહારના સાસારામમાં નકલ કરતા રોકતા થયું ફાયરિંગ, એક વિધાર્થીનું મોત

2 Min Read

બિહારના સાસારામમાંથી એક ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં એક પરીક્ષા કેન્દ્રમાં ઉત્તરવહીમાં જોઈને ચોરી કરતા રોક્યા તો બે ગ્રુપ વચ્ચે મારપીટ અને અંધાધૂંધ ફાયરિંગ થયું. આ દરમિયાન ગોળી વાગવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિવાદમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે એક સગીર છોકરાને હથિયાર સાથે પકડ્યો છે. વિદ્યાર્થીના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મૃતક અમિત કુમાર ડેહરીના શંભૂ બિગહાના નિવાસી મનોજ યાદવનો દીકરો હતો. વિવાદમાં સામેલ તમામ છોકરા હાઈ સ્કૂલ ડેહરીના વિદ્યાર્થી છે. આ તમામનું પરીક્ષા કેન્દ્ર સાસારામના સંત અન્ના હાઈ સ્કૂલમાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પરીક્ષા દરમિયાન જ્યારે એક્ઝામ હોલની અંદર ઉત્તરવહીમાં જોઈને ચોરી કરતા રોક્યા તો કેટલાક છોકરાઓએ બબાલ કરી.

આ બબાલમાં મારપીટ દરમિયાન જ ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં બે વિદ્યાર્થીઓને ગોળી વાગી. સારવાર દરમિયાન અમિત કુમારનું મોત થઈ ગયું છે જ્યારે બીજી તરફ બીજો વિદ્યાર્થી સંજીત કુમારની હાલત ગંભીર છે. પોલીસે અમિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપી દીધો છે.

ઉમેદવારો સેન્ટ અન્ના સ્કૂલમાંથી પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. પછી તારાચંડી ધામમાં પહેલેથી જ રાહ જોઈ રહેલા બીજા જૂથે હુમલો કર્યો. ત્યારબાદ ગોળીબાર થયો. ગોળીબાર બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ગામના લોકો એકઠા થવા લાગ્યા, ત્યારે આરોપીઓ ભાગી ગયા. ઘાયલ વિદ્યાર્થીઓને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન એકનું મોત થઇ ગયું.

Share This Article