Sunday, Dec 28, 2025

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

2 Min Read

શેરબજારમાં મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધયો છે. સેન્સેક્સ પાછલા બંધ 75735 સામે આજે 75612 ખુલ્યો હતો. વેચવાલીના દબાણથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને નીચામાં 75200 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22913 સામે આજે 22857 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 120 પોઇન્ટના ઘટાડે 22750 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 500 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 120 પોઇન્ટ ડાઉન હતા. સેન્સેક્સના ટોપ લૂઝર શેરમાં મહિન્દ્રા મહિન્દ્રા 6 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક અને મારૂતિ કંપનીના શેર 1 થી સવા 2 ટકા સુધી ડાઉન હતા.

ફેબ્રુઆરી મહિનો શેરબજાર માટે આકરો રહ્યો છે. વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં રેકોર્ડ રૂ. 64.78 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચી ચૂકી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં જ એફઆઈઆઈએ રૂ. 1.07 લાખ કરોડની વેચવાલી નોંધાવી છે. વિદેશી રોકાણકારો એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.ફેબ્રુઆરીમાં એફઆઈઆઈએ ફાઈનાન્સિયલ સેગમેન્ટમાંથી રૂ. 5344 કરોડ, એફએમસીજીમાં 4336 કરોડ, અને કેપિટલ ગુડ્સમાંથી રૂ. 3200 કરોડની વેચવાલી નોંધાવી છે.

શેરબજારમાં કોવિડ બાદ સૌથી મોટી મંદી જોવા મળી છે. તેમાં પણ ફેબ્રુઆરી મહિનો નિરાશાજનક રહ્યો છે. સેન્સેક્સમાં રૂ. 3364 પોઈન્ટની ઉથલપાથલ જોવા મળી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સ 3 ટકા તૂટ્યો છે. સ્મોલકેપ શેર્સમાં રોકાણકારો રાતા પાણીએ રોયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ચાલુ કેલેન્ડર વર્ષમાં 9125.66 પોઈન્ટ તૂટ્યો છે.

Share This Article