Tuesday, Dec 16, 2025

સુરત પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના જીતેન્દ્ર કાછ઼ડને 17359 મતથી વિજય

2 Min Read

રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ ભાજપ જીત તરફ ચાલી રહ્યો છે. જ્યારે બે મોટા અપસેટ થયા છે. જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે. જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે.

66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.

સુરત પાલિકાના વોર્ડ નંબર 18 ની ખાલી પડેલી બેઠક પર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.

સુરત પાલિકાની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તેમાં 31.35 ટકા મતદાન થવા પામ્યું હતું. આ મતદાન બાદ ત્રણેય પક્ષોએ જીતના દાવા કર્યા હતા. જોકે, આજે સાત રાઉન્ડની મત ગણતરી થઈ હતી. તેમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કાછ઼ડને 17359 મત કોંગ્રસના સંજય રામાનંદીને 10102 મત અને બહુ ગાજેલા વિપક્ષ આપને 1917 મત મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા મજલિસએ એતીહાલદુલ મુસ્લિમ પક્ષના ઉમેદવાર 2618 મત મળ્યા હતા. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 7267 મતે વિજેતા જાહેર થયાં હતા.

Share This Article