ગુજરાતની પ્રખ્યાત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન સંસ્થાએ છેલ્લા 3 મહિનામાં 10+ શહેરોમાં 20+ કાર્યક્રમોના માધ્યમથી 5000થી વધુ શિક્ષકોને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વિષય પર તાલીમ પ્રદાન કરી છે. આ તાલીમ દ્વારા શિક્ષકો AI નો ઉપયોગ કરીને તેમના દૈનિક કાર્યોને સરળ બનાવી શકે છે અને વિદ્યાર્થી માટે વધુ નવતર શૈક્ષણિક પદ્ધતિ અપનાવી શકે છે.
ટેકનોલોજીએ આજના યુગમાં આપણા જીવનના દરેક ક્ષેત્રને અસર કરી છે, અને શિક્ષણ પણ તેના અપવાદ નથી. આધુનિક ટેક્નોલોજીકલ નાવિન્યોએ પરંપરાગત શિક્ષણ પ્રણાલીને બદલીને તેને વધુ પ્રભાવશાળી, રસપ્રદ અને સુલભ બનાવી છે. ડિજિટલ સાધનો, ઓનલાઈન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી ટેક્નોલોજીશિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે.
AI ટેક્નોલોજી દ્વારા શિક્ષણને વધુ વ્યક્તિગત અને અનુકૂળ બનાવવા માટે સહાય મળી છે. AI-આધારિત ટ્યુટર્સ અને ચેટબોટ્સ તરતજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી શકે છે. ઉપરાંત, AI નો ઉપયોગ વિદ્યાર્થીના પ્રદર્શનનું વિશ્લેષણ કરવા અને તેમની ક્ષમતાઓ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.
ટેક્નોલોજીકલ ક્રાંતિએ શિક્ષણને વધુ સુલભ, આકર્ષક અને પ્રભાવશાળી બનાવી દીધું છે. જો કે, આ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે જેથી તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળી શકે. ભવિષ્યમાં, ટેક્નોલોજી શિક્ષણ પ્રણાલીને વધુ આધુનિક અને સર્વસમાવિષ્ટ બનાવી દેશે, જેનાથી શીખવાની પ્રક્રિયા વધુ સરળ અને રસપ્રદ બની જશે.