Friday, Oct 31, 2025

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ! નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ ત્રણ લોકોના મોત

2 Min Read

નડિયાદમાં ત્રણ વ્યકિતના શંકાસ્પદ મોત થયા હતા. ત્રણેય વ્યકિતના મોત દારૂ પીધા બાદ થયાના સમાચારથી પોલીસ દોડતી થઇ હતી. લઠ્ઠાકાંડથી મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. જવાહરનગર ફાટક વિસ્તારમાં દારૂ પીધો હોવાની આશંકા છે. દારૂ પીવાથી મોત થયાનો મૃતકના પરિવારજનોએ આશંકા વ્યકત કરી હતી. સારવાર મળે તે પહેલા ત્રણના મોત થયા હતા.

3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે.

યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા ઉંમર વર્ષ 45નું દેશી દારૂ પીવાના કારણે મોત થયુ છે. તેમજ રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ કલર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ જેનું નામ ઠામ હજુ સુધી સામે આવ્યું નથી. એવા વ્યક્તિનું પણ દેશી દારૂના અડ્ડે જ મોત થયુ છે. જેમાં દારુ પીવાથી મોત થયાનો પરિવારનો આરોપ છે. તથા આવતીકાલે સવારે ત્રણેયના પોસ્ટમોર્ટમ થશે. શંકાસ્પદ મોતને લઈ પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.

ત્રણના મોત માટે જવાબાદાર કારણ શોધવા માટે ફોરેન્સિક અધિકારીની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પીણું પીધા બાદ પાંચેક મિનિટમાં જે ઘાતકી અસર થઈ છે તે જોતાં કયું ઝેરી તત્વ છે તે જાણવા પોલીસ પ્રયત્નશીલ બની છે. મૃતકોને સોડિયમ નાઈટ્રાઈટ અપાયું હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Share This Article