Thursday, Oct 23, 2025

મોહમ્મદ સિરાજ બાદ ટીમ ઈન્ડિયાના આ ખેલાડી બન્યા DSP, વર્દીમાં જોવા મળ્યા

2 Min Read

ભારતીય પુરુષ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને તેલંગાણામાં ડીએસપી બનાવવામાં આવ્યો છે. હવે ભારતની મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ડીએસપીના ગણવેશમાં જોવા મળી હતી. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ડીએસપી બનાવવામાં આવ્યા હતા. હવે ભારતીય મહિલા ટીમની એક ખેલાડી યુનિફોર્મમાં જોવા મળી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા છે. દીપ્તિ શર્માને ડીએસપીનું પદ સોંપવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશ સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં દીપ્તિ શર્માને ડીએસપી બનાવવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત, દીપ્તિને સરકાર દ્વારા 3 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. દીપ્તિ આગ્રાની રહેવાસી છે. તેને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તે તેના ભાઈ સાથે ક્રિકેટ રમવા જતી. આ રીતે તેની સ્ટૉરી ધીમે ધીમે વધતી ગઈ અને તે ભારતીય ટીમમાં પહોંચી.

ઉલ્લેખનીય છે કે, દીપ્તિ ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. 27 વર્ષીય દીપ્તિ શર્માએ અત્યાર સુધીમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 5 ટેસ્ટ, 101 વનડે અને 124 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં, દીપ્તિએ બેટિંગમાં 319 રન બનાવ્યા છે અને બોલિંગમાં 20 વિકેટ લીધી છે. આ ઉપરાંત, વનડેમાં, તેણે બેટથી 2154 રન બનાવ્યા છે અને બોલિંગ કરતી વખતે 130 વિકેટ લીધી છે. બાકીની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, દીપ્તિએ બેટિંગમાં 1086 રન બનાવ્યા છે અને બોલિંગમાં 138 વિકેટ લીધી છે.

આ પણ વાંચો :-

Share This Article