દેશભરમાં મેડિકલ કોલેજમાં એડમિશન માટે લાગુ અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટે પોતાનો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મેડિકલ કોલેજમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં ડોમિસાઈલના આધારે અનામતનો કોઈ જ લાભ નહીં મળે. કોર્ટે તેને ગેરબંધારણીય પણ ગણાવ્યો છે. કોર્ટે તેને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાવતા જણાવ્યું હતું કે, આ અનામતને લાગુ ન જ કરી શકાય. હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભટ્ટીની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે પ્રવેશ ફક્ત મેરિટના આધારે હોવો જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય રાજ્યો દ્વારા પહેલાથી જ આપવામાં આવેલા ડોમિસાઇલ-આધારિત અનામતને અસર કરશે નહીં.
કોર્ટે તેને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાવતા જણાવ્યું હતું કે, આ અનામતને લાગુ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટના 3 જજોની બેન્ચમાં સામેલ જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસ.વી.એન. ભઠ્ઠીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. બેન્ચે ચુકાદામાં કહ્યું કે,’આપણે બધા ભારતના નિવાસી છીએ. અહીં રાજ્ય કે પ્રાદેશિક ડોમિસાઈલ જેવું કંઈ જ નથી. ફક્ત એક ડોમિસાઈલ છે અને એ છે કે આપણે ભારતના વતની છીએ.’
સુપ્રીમ કોર્ટે એ વાત સ્વીકારી કે અમુક હદ સુધી ડોમિસાઈલ આધારિત અનામત અંડરગ્રેજ્યુએટ (MBBS) માટેના એડમિશનમાં માન્ય ગણી શકાય પણ પીજી મેડિકલ કોર્સમાં તે લાગુ ન કરી શકાય. કોર્ટે કહ્યું કપીજી કોર્સમાં નિપુણતા અને સ્કિલ મહત્ત્વપૂર્ણ હોય છે. જસ્ટિસ ધુલિયાએ આ ચુકાદાનું અવલોકન કરતાં કહ્યું કે જોકે પીજી મેડિકલ કોર્સમાં નિષ્ણાત ડૉક્ટરની જરૂરિયાત વધુ હોય છે એટલા માટે આવાસ આધારિત અનામત હાઈ લેવલ પર બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાશે.
આ પણ વાંચો :-