Saturday, Sep 13, 2025

ગુરમીત રામ રહીમ ફરી પેરોલ પર જેલ બહાર આવ્યો, ભક્તોને આપ્યો ખાસ સંદેશ

2 Min Read

બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યો છે, કોર્ટે ફરી તેને પેરોલ પર છોડ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે મંગળવારે સવારે જેલમાંથી બહાર આવ્યો.

2017 માં સજા ફટકાર્યા પછી અને રોહતકની સુનારિયા જેલમાં ગયા પછી, ગુરમીત રામ રહીમ 11 વખત જેલમાંથી બહાર આવ્યો, પરંતુ 8 વર્ષમાં તે સિરસા ડેરામાં આવી શક્યો નહીં. કારણ કે તેને આ ડેરામાં જવાની પરવાનગી મળી ન હતી, પરંતુ હવે 12મી વખત પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની પરવાનગી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરમીત રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, શરત એ હતી કે તેઓ કોઈ ધાર્મિક વિધિ કરશે નહીં અને ભક્તો સાથે સંપર્ક કરશે નહીં. તેથી, શિબિર પહોંચતાની સાથે જ તેણે ભક્તો માટે એક વીડિયો મેસેજ બહાર પાડ્યો.

જેલમાંથી બહાર આવ્યા બાદ, ગુરમીત રામ રહીમે યુટ્યુબ ચેનલ અનુયાયીઓ માટે વિડીયો સંદેશ શેર કર્યો છે. તેણે જણાવ્યું છે કે આ વખતે જેલમાંથી બહાર આવ્યા પછી તે સિરસા આશ્રમમાં રહેશે. ગુરમીત રામ રહીમે તેમના અનુયાયીઓને સિરસા ન આવવા અને ડેરાના સેવાદારો દ્વારા તેમને જે સુચના આપવામાં આવે છે તેનું પાલન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article