મધ્યપ્રદેશના જબલપુરના તિમરી ગામમાં સોમવારે બે પરિવારો વચ્ચે ખૂની સંઘર્ષ થયો હતો જેમાં 4 લોકોની હત્યા કરી નાખવામાં આવી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે સાહુ પરિવારના સભ્યોએ લાંબા સમયથી ચાલતી અદાવતમાં પાઠક અને દુબે પરિવારો પર તલવારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
ASP (ગ્રામીણ) સૂર્યકાંત શર્માના જણાવ્યા અનુસાર, ત્રણ પીડિતોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચોથાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતકોની ઓળખ પાઠક પરિવારના સતીશ અને મનીષ પાઠક અને દુબે પરિવારના અનિકેત અને સમીર દુબે તરીકે થઈ છે. અન્ય બે વિપિન અને મુકેશ દુબેને ઈજાઓ પહોંચી છે અને તેઓ સારવાર લઈ રહ્યા છે.
મૃતક પાઠક ભાઈઓના પિતા ગણેશ પાઠકે જણાવ્યું હતું કે બન્ને પરિવારો વચ્ચે પત્ત રમવા બાબતે થયેલા ઝગડા બાદ સ્થિતિ હિંસક બની હતી અને સાહુ પરિવારના સભ્યોએ પાઠક અને દુબે પરિવારોના સભ્યો પર લાકડીઓ અને બીજા સાધનો વડે હુમલો કર્યો હતો જેમાં 4 લોકોના મોત થયાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા. કથિત રીતે કાલુ તરીકે ઓળખાતા એક યુવકે નશો કરેલી હાલતમાં ઝગડો કરતાં હિંસા વધી હતી. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને પૂછપરછ માટે કેટલાક લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચો :-