Sunday, Sep 14, 2025

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

1 Min Read

શેરબજારમાં મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી પણ 23000નું લેવલ તોડી 257.35 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત પ્રોફિટ બુકિંગના બજેટ પહેલાં સાવચેતી સહિતના કારણોસર સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા બાદ 10.39 વાગ્યે 842.46 પોઈન્ટ તૂટી 75348.06ના તળિયે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 22826ની લો સપાટીએ પહોંચ્યો હતો.

આ ઘટાડો ભારતીય બજારમાં સાવધાનીનો સંકેત છે, રોકાણકારો બજેટ 2025ને લઈને સાવધાન જણાય છે, જેના કારણે બજારમાં દબાણ અને નબળાઈ જોવા મળી રહી છે. મહત્વનું છે કે, ગયા સપ્તાહે બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 329 પોઈન્ટ ઘટીને 76,190 પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 113 પોઈન્ટ ઘટીને 23,092 પર બંધ થયો હતો.

સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં રોકાણકારો આજે ધોવાયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 4 ટકા અર્થાત 2047 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સમાં સામેલ 924 શેર કડડભૂસ થયા હતા. માત્ર 13 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ પણ 1085.25 પોઈન્ટ તૂટ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article