અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના આસપાસના વિસ્તારના જંગલ વિસ્તારમાં લાગેલી આગ પર આંશિક કાબુ મેળવવામાં આવ્યો છે, જેને કારણે ભારે વિનાશ સર્જાયો છે. એવામાં લોસ એન્જલસના હ્યુજીસમાં વધુ એક વિકરાળ આગ લાગી છે, જેને કારણે 50,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાના આદેશ કે ચેતવણી આપવામાં આવી છે.

આગ લાગ્યા બાદ પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું ‘હું માત્ર પ્રાર્થના કરું છું કે અમારું ઘર બળી ન જાય.’ લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ જેન્સને દરેકને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ લોસ એન્જલસમાં ભીષણ આગને કારણે હજારો ઘરો ધરાશાયી થઈ ગયા છે. એટલું જ નહીં, 2 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે અને 27 થી વધુ લોકોના મોત થયા છે.
LA કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે 31,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય 23,000 લોકોને સ્થળાંતરની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે સાંજે એક પ્રેસ બ્રીફિંગમાં, CAL ફાયરના ડિરેક્ટરે જણાવ્યું હતું કે કે, “હ્યુજીસ ફાયરને કાબુમાં લેવા માટે પુરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.”
આ પણ વાંચો :-