Friday, Oct 31, 2025

રાજપાલ યાદવ સહિત આ સ્ટાર્સને જાનથી મારી નાખવાની ધમકી! મુંબઈ પોલીસ એલર્ટ

2 Min Read

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. પહેલા એક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને ધમકી આપતા ઇમેલ મળ્યા હતા. તે બાદ કોમેડિયન કપિલ શર્માને પણ ધમકી આપતો મેલ મળ્યો છે. પોલીસે આ ઘટનાને લઇને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અનુસાર ધમકી આપતા આ ઇમેલ પાકિસ્તાનથી આવ્યા છે. ધમકી આપતા મેલમાં સેલેબ્સના પરિવારને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાએ આ મામલે મુંબઈ પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. મુંબઈની અંબોલી પોલીસે કલમ 351(3) હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમેલનો આઈપી એડ્રેસ પાકિસ્તાનનો છે.

જે જાણકારી સામે આવી છે તેના અનુસાર, મેલ મોકલનારાએ પોતાનું નામ વિષ્ણુ જણાવ્યું છે. જે મેલ આઇડીથી મેલ આવ્યો છે તે-don99284@gmail.com છે. મેલમાં દાવો કરવામાં આવ્યો છે કે જે શખ્સે મેલ મોકલ્યો છે તે સેલેબ્સના એક્શનને મોનિટર કરી રહ્યો છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે આ મેલ કોઇ પબ્લિસિટી સ્ટંટ નથી.

મેઇલમાં કહેવામાં આવ્યું હતું કે- “અમે તમારી તાજેતરની ક્રિયાઓ પર નજર રાખી રહ્યા છીએ. અમારું માનવું છે કે અમે તમારા તમારું ધ્યાન એક સંવેદનશીલ બાબત પર દોરીએ એ મહત્ત્વપૂર્ણ છે. આ કોઈ જાહેર સ્ટંટ નથી કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. અમે તમને આ મેસેજને ખૂબ ગંભીરતાથી લેવા વિનંતી કરીએ છીએ.” અને ગુપ્તતા જાળવી રાખો. આમ કરવામાં નિષ્ફળતાના ગંભીર પરિણામો આવી શકે છે જે તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને અસર કરી શકે છે. અમે આગામી 8 કલાકમાં તમારા તરફથી તાત્કાલિક પ્રતિસાદની અપેક્ષા રાખીએ છીએ જો અમને જવાબ ન મળે, તો અમે માની લઈશું કે તમે સ્વીકારી રહ્યા નથી આ બાબત ગંભીર છે અને અમે જરૂરી પગલાં લઈશું.”

આ પણ વાંચો :-

Share This Article