Thursday, Oct 23, 2025

સુરતમાં પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરો પકડાયા

2 Min Read

સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેરનાં ઇચ્છાપુર પોલીસે પશ્ચિમ બંગાળના 3 નકલી ડોક્ટરોને ઝડપ્યા. ડો. રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો. જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતાં હતાં. ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા-સચિન તરફ વધુ ઝડપાયા છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર 3ને ઝડપી લેવામાં આવ્યાં છે.

પકડાયેલા ત્રણેય બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખીલવાડ કરતા હતા. જેમાં પોલીસે બોગસ ડોક્ટર આરોપીઓમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર, ગોવિંદ પ્રભાત હલદાર રમેશ નકુલ મંડલની ધરપકડ કરી છે. તેમજ આગળની કાર્યવાહી ઇચ્છાપોર પોલીસે હાથ ધરી છે. અગાઉ બોગસ ડોક્ટર બનાવવાનાં કૌભાંડ મામલે તપાસમાં મોટા ખુલાસા થયા હતા. જેમાં સુરતમાં વિવિધ 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાતી પાસેથી ખરીદેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા હોવાનું ખુલ્યું હતુ.

સુરત શહેરનાં 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હતી. જ્યારે, પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરોએ રશેષ ગુજરાતી પાસેથી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હતું. ઉપરાંત, ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47 બોગસ ડિગ્રી વેચવામાં આવી હતી. જ્યારે, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ 34 બોગસ ડોક્ટર્સ ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સુરતનાં અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને બોગસ ડોક્ટર બનાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article