રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. વેક્યુમ કરેલા 10 હાઈડ્રોફોનિક વીડ ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે.
બેંગકોકથી આવેલા પ્રવાસી પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. પાછલા એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો છે. મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામનો પેસેન્જર ડ્રગ્સ સાથે ઝડપાયો છે. અગાઉ થાઈલેન્ડથી આવેલી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ છે.
મળતી માહિતી મુજબ બેંગકોકથી આવી રહેલા મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામના મુસાફરની તપાસ દરમિયાન 4.6 કિલો હાઈડ્રોપોનિકવીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજે કિંમત 7 કરોડની છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા હતા. આ હાઈડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-