અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ ડોનાલ્ડ ટ્રમ્પ લેવાના છે. ત્યારે સુરતના રત્નકલાકારો દ્વારા તેમની એક અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ બનાવાઈ છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે આ ડાયમંડ તૈયાર કર્યો છે.

સુરત શહેર હીરા નગરી તરીકે વિશ્વમાં જાણીતું છે. ત્યારે સુરત શહેરમાં સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ સ્મિત પટેલ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે આ ડાયમંડ તૈયાર કર્યો છે. 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.
સુરતના પાંચ અનુભવી રત્નકલાકારો દ્વારા આ હીરા પર કામ કરવામાં આવ્યું છે. રો મટીરિયલ બનાવવામાં 40 દિવસ લાગ્યા હતા, જ્યારે ગ્રોઇંગ અને પ્રોસેસિંગની તમામ પ્રક્રિયા 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી.ડી કલરમાં આ ડાયમંડ છે, જે તેની શુદ્ધતા અને ચમક માટે જાણીતો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.
નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ-પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાઈમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યૂ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.
આ પણ વાંચો :-