પાકિસ્તાને શુક્રવારે ચીનના જિઉક્વાન લોન્ચ સેન્ટરથી પોતાનું પ્રથમ સ્થાનિકરીતે નિર્મિત ઈલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઈટ લોન્ચ કર્યું છે. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે તેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જો કે જેવી તેમણે પોસ્ટ કરી તો લોકોએ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. ખાસ કરીને આ સેટેલાઈટની ડિઝાઈનના કારણે પાકિસ્તાનને નીચે જોવા જેવું થયું છે. લોકોએ તેની તુલના પાણીની ટાંકી સાથે કરી દીધી.
પાકિસ્તાની વડાપ્રધાન શહબાજ શરીફે પાકિસ્તાનની ઉપલબ્ધિના વખાણ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સેટેલાઇટની તસ્વીરો પોસ્ટ કરી. ત્યાર બાદ યુઝરે મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર યુઝર પાકિસ્તાની સેટેલાઇટની સાથે પાણીના ટેંકરની તસ્વીરો શેર કરતા બંન્નેએ સમાનતા ગણાવી રહ્યા છે.
સેટેલાઇટની તસ્વીર શેર કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે તેને દેશ માટે ગર્વની પળ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાને ચીનના જિઉક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી પોતાના પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઉપગ્રહને ગર્વથી લોન્ચ કર્યો છે. ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારે પણ એક પોસ્ટમાં શુભકામના પાઠવી અને લોન્ચને મહત્વપુર્ણ ઉપલબ્ધિ અને અંતરિક્ષ વિજ્ઞાનમાં પાકિસ્તાનની વધતી ક્ષમતાઓનું પ્રમાણ ગણાવ્યું.
આ પણ વાંચો :-