દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે હવે દિલ્હીમાં ભાડૂતોને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે એવી સ્કીમ લાવશું જેના દ્વારા ભાડૂતોને પણ મફત વીજળી અને પાણી મળશે. કેજરીવાલે કહ્યું કે આ યોજનાથી પૂર્વાંચલીના લોકોને ઘણો ફાયદો થશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, “હું જ્યાં પણ જાઉં છું ત્યાં ભાડૂતો મને ઘેરી લે છે અને કહે છે કે તમે સારી શાળાઓ બનાવી છે, અમને તેનો લાભ મળી રહ્યો છે. તમને તમારી મફત બસ સેવાનો લાભ મળી રહ્યો છે પરંતુ તમને વીજળી અને પાણીનો લાભ નથી મળી રહ્યો. દિલ્હીના લોકોને 200 યુનિટ સુધીની મફત વીજળી અને 400 યુનિટ સુધીની અડધી વીજળીનો લાભ મળે છે. જ્યારે 20,000 લીટર પાણી મફત છે. પરંતુ દુર્ભાગ્યે ભાડૂતોને તે મળતું નથી. આવી સ્થિતિમાં હું જાહેરાત કરું છું કે જો સરકાર બનશે તો ભાડૂતોને પણ આ મફતમાં મળશે.
AAP લીડર કેજરીવાલે કહ્યું કે, મોટાભાગના ભાડૂઆતો બિહાર અને પૂર્વી યુપીથી આવે છે. તેઓ દિલ્હીમાં ગરીબીમાં રહે છે. એક બિલ્ડિંગમાં 100 લોકો રહે છે. આટલી ગરીબીમાં પણ તેમને વીજળી અને પાણીની સબસિડીનો લાભ ન મળવાથી તકલીફ પડે છે. હવે બધા ભાડૂઆતોને પણ આ લાભ મળશે.
આ પણ વાંચો :-