ગુજરાત જાણો કૌભાંડનું રાજ્ય બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠા બાદ હવે રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યુ છે. 8 હજાર લોકોના નાણા ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીના સંચાલકો તાળા મારી ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. કંપની સામે સુરતમાં ગુનો નોંધાયો છે. ભોગ બનનારાઓએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સવા 4 લાખના રોકાણ સામે દરરોજ 4 હજારનું વળતર અપાતું હતુ.
ગુજરાતમાં ચકચારી મચાવનાર BZ કૌભાંડ બહાર આવ્યુ છે. ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ નામનું એક નવું કૌભાંડ સામે આવ્યુ હતું. જેમાં ભૂપેન્દ્ર ઝાલા નામના કૌભાંડીએ એકના ડબલ કરી આપવાનું કહી 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. જેમાં ગુજરાતની સામાન્ય જનતાની સાથે સાથે શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ, નિવૃત કર્મચારીઓ, લેભાગુની લાલચમાં આવીને લૂંટાયા છે. ભૂપેન્દ્ર ઝાલા, દરેક એજન્ટને રોકાણ સામે 5થી 25 ટકાનું કમિશન આપતો હતો. CIDએ બે બેંક ખાતાની તપાસ કરતા, બંને ખાતામાંથી રૂપિયા 175 કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું હતુ.
અરજી કરનાર મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, અમે અમીત મનુભાઈ મુલતાનીને વર્ષોથી ઓળખીએ છીએ. અમે એક જ જ્ઞાતિના છીએ. જુન-2022 માં અમીતે રાજકોટ આવીને કહ્યું હતું કે, તે બ્લોક એરા કંપનીના સૌરાષ્ટ્ર હેડ છે. આ કંપની ક્રિપ્ટો કરન્સી – “TBAC” કોઈનનું કામ કરે છે. જેમાં બ્લોક ઓરા કંપનીના “TBAC” કોઈનમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી હતી. આ આ સ્કીમમાં રોકાણ કરવાથી રોજ સારું વળતર મળે છે. ત્યારબાદ કંપનીની ઝુમ મીટીંગ તથા મુંબઈ સ્થિત સાહારા સ્ટાર હોટલમાં યોજેલ મોટી મિટીંગના વીડિયો બતાવ્યો હતો. આ બાદ અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો :-