Sunday, Sep 14, 2025

આ કેસમાં કોર્ટે ઇમરાન ખાનને 14 અને પત્નીને 7 વર્ષની સજા સંભળાવી

1 Min Read

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસમાં તેની પત્ની બુશરા બીબીને પણ દોષિત ઠેરવવામાં આવી છે અને તેને 7 વર્ષની સજા કરવામાં આવી છે.

નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ ડિસેમ્બર, 2023માં ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી, સહિત અન્ય છ વિરૂદ્ધ રાષ્ટ્રીય ખજાનાને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડિસેમ્બર, 2023માં અલ-કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય ખજાનાનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી અને અન્ય સાત લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ થયો હતો. અગાઉ ત્રણ વખત ચુકાદો સ્થગિત કરાયા બાદ જસ્ટિસ નાસિર જાવેદ રાણાએ અંતે સજાનો આદેશ આપ્યો હતો. ઈમરાન અને તેના પત્નીએ અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે મળી અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું હતું.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને શુક્રવારે £190 મિલિયન અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેમાં પીટીઆઈના સ્થાપકને 14 વર્ષની જેલ અને તેમની પત્ની બુશરા બીબીને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી .

આ પણ વાંચો :-

Share This Article