બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર બાંદ્રા સ્થિત તેમના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલા બાદ રાજકીય આક્ષેપ પ્રતિઆપેક્ષો શરૂ થયા છે. સાંસદ સંજય રાઉતે કટાક્ષમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે? ક્યાંય કાયદો અને વ્યવસ્થા નથી.

સાસંદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા નથી. મુંબઈ હોય પરભણી, બધે કાયદો અને વ્યવસ્થા હવામાં છે. સરકાર વડાપ્રધાનના ઉદઘાટન, ચૂંટણી અને શિબિરોમાં સામેલ છે. સૈફ અલી ખાન એક મોટો અભિનેતા છે જેના પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન બુધવારે મુંબઈમાં હતા, ત્યાં તમામ સુરક્ષા રહેશે. સંજય રાઉતે કહ્યું કે વડાપ્રધાન ભલે મુંબઈમાં હોય પણ રાજ્યના ગૃહમંત્રીએ પોતાની જાતને પૂછવું જોઈએ કે મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે .
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની નેતા સુપ્રિયા સુલેએ પણ અભિનેતા પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ દુર્ઘટનાથી હું સ્તબ્ધ થઈ છું. મુંબઈમાં શું ચાલી રહ્યું છે. બાંદ્રામાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય બની છે. આ ઘટનાથી સામાન્ય નાગરિકની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. મુંબઈમાં ખુલ્લેઆમ હુમલા, લૂંટ-ફાટ, ચાકૂબાજીની ઘટનાઓ બની રહી છે. સરકાર પાસે આનો કોઈ જવાબ નથી. અમે જવાબ માગીએ છીએ. જો સેલિબ્રિટી જ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતા સુરક્ષાની શું અપેક્ષા રાખી શકે.
આ પણ વાંચો :-