Sunday, Sep 14, 2025

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

2 Min Read

દક્ષિણ કોરિયામાં મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યુન સુક યોલની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓએ 3 ડિસેમ્બરે માર્શલ લૉની ઘોષણા સંબંધિત કેસોમાં પગલાં લીધાં છે. યૂને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવતા પહેલા રેકોર્ડ કરાયેલા એક વીડિયો સંદેશમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ દેશમાં કાયદાનું શાસન સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર વિરોધી તપાસકર્તાઓ યેઓલના ઘર નજીક પહોંચ્યા હતા.જ્યાં યૂન સમર્થકો અને શાસક પીપલ્સ પાવર પાર્ટીના સભ્યો વચ્ચે સુરક્ષા દળો સાથે અથડામણ થઈ.આ સમયગાળા દરમિયાન ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.આ બધી ગતિરોધ વચ્ચે, યુન સુક યેઓલની હવે ધરપકડ કરવામાં આવી છે.

યુન પર ધરપકડની તલવાર પહેલેથી જ લટકી રહી હોવાથી, તેના વકીલો પણ અગાઉથી નિવેદનો આપી રહ્યા હતા. યુનના વકીલોએ કહ્યું હતું કે યુનને અટકાયતમાં રાખવાનો પ્રયાસ ગેરકાયદેસર હતો. આ બધું તેમને અપમાનિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. યુનના વકીલોએ આખા કેસને કાવતરું ગણાવ્યું હતું. હાલમાં, યુનની ધરપકડ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ કે આ રીતે રાષ્ટ્રપતિની ધરપકડ એક મોટી રાજકીય ઘટના છે.

આ પણ વાંચો :-

Share This Article