એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક સહકારી બેંકમાં કથિત ઉચાપતથી જોડાયેલ મની લોન્ડરિંગ તપાસ હેઠળ શુક્રવારે બિહારના મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના એક ધારાસભ્ય સહિત અન્યના પરિસરોમાં દરોડા પાડયા હતાં.

આ બેન્કમાં હજ્જારો રોકાણકારોની જમા ડિપોઝિટને આશરે રૂ. 100 કરોડની રકમ નકલી લોનોને સહારે ગાયબ કરી દેવામાં આવી છે. આ કેસમાં મોટી વાત એ છે કે આ રૂ. 100 કરોડના કૌભાંડમાં રાજ્ય સરકારના એક ભૂતપૂર્વ મંત્રી અને લાલુ પરવિવારના નજીકના એક RJD નેતા પરિવારની ભૂમિકા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વૈશાલી જિલ્લાના શહેરી વિકાસ કોઓપરેટિવ બેન્ક અને બેન્કમાં આશરે રૂ. 100 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
લિચ્છવી કોલ્ડ સ્ટોરેજ પ્રા. લિ. અને મહુઆ કોઓપરેટિવ કોલ્ડ સ્ટોરેજ નામની બે કંપનીઓએ બેન્કના આશરે રૂ. 60 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ બે કંપનીઓએ પોતાની ગેરન્ટી પર કરોડોની લોન ઉઠાવી હતી, જેમાં નકલી કાગળિયાંઓને સહારે ખેડૂતોને નામે ગેરન્ટી આપવામાં આવી હતી. આ લોકોને આપવામાં આવેલી લોનમાં બેન્કે પણ નિયમ, કાયદાઓનો ભંગ કર્યો હતો.
આ પણ વાંચો :-