સુરત રેલવે સ્ટેશન પસાર થઇ રહેલી અજમેર-દાદર ટ્રેનનો જનરલ કોચનો દરવાજો ન ખોલતાં મુસાફરો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ પિત્તો ગુમાવ્યો હતો અને બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો. આ સાથે જ ટ્રેન પર પથ્થર માર્યો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ 4 પર તાત્કાલિક પહોંચી હતી. જોકે, ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી. જથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી.
અજમેરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર ઊભી રહી હતી. ત્યાં જ મુસાફરો જનરલ કોચમાં બેસવા માટે દોડ્યા હતા, પરંતુ કોચમાં બેસેલા મુસાફરોએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પ્લેટફોર્મ પર ઊભેલા મુસાફરોએ દરવાજો ખોલવાનું કહેતાં બે યુવકે દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય મુસાફરોએ તેમનો વિરોધ કરીને દરવાજો ખોલવા ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન મામલો ગરમાયો હતો. ટ્રેનની અંદરથી એક યુવકે પેન્ટ ખોલી અશ્લીલ હરકત કરી હતી. ત્યાર બાદ પ્લેટફોર્મ પર હાજર મુસાફરો વીફર્યા હતા અને ટ્રેનમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો :-