શંભુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન એક ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેડૂતે ગુરુવારે સવારે લંગર સાઇટ પાસે સલ્ફાસ લીધુ હતું. આ વાતની જાણ થતાં જ તેને તાત્કાલિક સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
ખેડૂત રેશમ સિંહ (55) તરનતારન જિલ્લાના પહુવિંદના રહેવાસી હતા. ખેડૂત નેતા તેજબીર સિંહે કહ્યું કે રેશમ શંભુ ખનૌરી બોર્ડર પર 11 મહિનાના આંદોલન છતાં કોઈ ઉકેલ ન મળતા તેઓ સરકારથી નારાજ હતા.
આ પહેલા પણ 14 ડિસેમ્બરે ખેડૂત રણજોધ સિંહે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તે દિવસે દિલ્હી જવાની મંજૂરી ન મળવાથી નારાજ હતા. લગભગ 4 દિવસ પછી પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.
ખેડૂત નેતા તેજબીર સિંહે કહ્યું કે શંભુ અને ખનૌરી બોર્ડર પર 11 મહિનાના આંદોલન છતાં ઉકેલ ન મળવાને કારણે રેશમ સિંહ સરકારથી નારાજ છે. આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે કે જગજીત સિંહ દલ્લેવાલના આમરણાંત ઉપવાસનો આજે 45મો દિવસ છે. જો દલ્લેવાલ જીને કંઈ થશે તો સરકાર પરિસ્થિતિને સંભાળી શકશે નહીં.
મોદી સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર નથી. 328 દિવસથી ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડર પર ખુલ્લા આકાશ નીચે બેસીને MSP ગેરંટી એક્ટની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 35 ખેડૂતોના મોત થયા છે.
આ પણ વાંચો :-