તમિલ અભિનેતા અજિત કુમાર ભયાનક અકસ્માતનો શિકાર બન્યો હતો. અભિનેતા દુબઈ 24 કલાકની રેસમાં ભાગ લેવા માટે દુબઈમાં છે. દરમિયાન મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન તેણે પોતાની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો. અજિત કુમારની કાર ક્રેશનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેતાના કાર અકસ્માતનો વીડિયો શેર કર્યો છે. આ અકસ્માતમાં અભિનેતાની કારના ટુકડા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અજીત કુમાર 24H દુબઈ 2025 કાર રેસિંગમાં ભાગ લેવા માટે તૈયાર હતા. રેસ પહેલા અભિનેતાએ રેસ ટ્રેક પર પ્રેક્ટિસ પણ કરી હતી. અગાઉના દિવસે, અભિનેતાની ટીમે શેર કર્યું હતું કે તે આજથી દુબઈમાં તેના પ્રેક્ટિસ સત્રો શરૂ કરશે. જોકે, આ પ્રેક્ટિસ સેશન તેના માટે ઘાતક સાબિત થયું. અભિનેતાને સમયસર કારમાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને તેને મોટા જોખમમાંથી બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પ્રેક્ટિસ સેશનના વીડિયોમાં, અભિનેતાની કાર અચાનક નિયંત્રણ ગુમાવી દે છે અને ટ્રેક પર ફરતી જોવા મળે છે. આગળ જઈને કાર ટકરાઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા, પરંતુ અભિનેતાને તરત જ સમયસર કારમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. ચાહકો અભિનેતાના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તે ઝડપી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે. જો કે, અભિનેતા અથવા તેની ટીમ દ્વારા હજી સુધી કોઇ સ્વાસ્થ્ય અપડેટ શેર કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો :-