અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ ચૂકી છે અને લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શો 2025 જોવા માટે ઉમટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું થયું છે. અમદાવાદના ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 10.30 મીટરથી વધુ મોટો બુકે બનાવ્યો છે.

અમદાવાદના ફ્લાવર-શોએ વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે બનાવવા બદલ ફ્લાવર-શોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 10.24 મીટર હાઈટ ( 34 ફૂટ ઉંચો) અને 10.84 મીટર ત્રિજ્યા ધરાવતો બુકે અહીં બનાવાયો છે. જેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકેનું સન્માન મળ્યું છે. અગાઉ આ પહેલા આ રેકોર્ડ યુનાઈટેડ આરબ એમિરેટસની અલ-એઈન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો.
જો તમે પણ આ ફ્લાવર શોની મુલાકાત લેવા માંગતા હોવ તો આ શૉ આગામી 22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. આ ફ્લાવર શૉમાં વિઝિટ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટિકિટ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપશે તો સોમવારથી શુક્રવાર 12 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ માટે 75 રૂપિયા અને શનિવાર તથા રવિવારે 100 રૂપિયા ટિકિટનો દર રહેશે. સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક પ્રાઈમ ટાઈમમમાં ફલાવર શૉ જોવા માંગતા હોવ તો વ્યક્તિ દીઠ રુપિયા 500 ટિકિટના દર વસૂલ કરાશે. બીજી તરફ મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 900 લોકોએ 500 રૂપિયા ખર્ચીને આ શોની મુલાકાત લીધી છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		