HomeGujaratભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે નં 48 પર કાર ટ્રકમાં ઘૂસી, ત્રણના મોત

ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે નં 48 પર કાર ટ્રકમાં ઘૂસી, ત્રણના મોત

Date:

Related stories

3 ઓક્ટોબરનું રાશિફળ: શ્રાદ્ધ પક્ષમાં કોની કિસ્મત ચમકશે?

૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર નું ૧૨ રાશીઓ માટે રાશીફળ...

એફિલ ટાવર મહિલા સ્ટાફ વિવાદનું સત્ય આવ્યું સામે, BAPSને મળી મોટી રાહત

પેરિસના વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે સર્જાયેલા ભારે વિવાદ...

ચોમાસું ગયું કે હજુ બાકી છે? અંબાલાલ પટેલની ઓક્ટોબર માટેની આગાહીએ વધારી ચિંતા

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના એંધાણ વચ્ચે શું ઓક્ટોબરમાં મેઘરાજા ફરી...
spot_img

ભરૂચના અંકલેશ્વરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફૂલ સ્પીડમાં દોડતી કાર ટ્રકના પાછળ ઘૂસી જતાં ભયાનક અકસ્માત થયો હતો. જેના પગલે કારમાં સવાર 7 લોકો પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત થયાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories