Friday, Oct 31, 2025

અમિત શાહે લોન્ચ કર્યું ‘ભારતપોલ’, હવે વિદેશમાં બેઠેલા ગુનેગારો નહીં રહે સુરક્ષિત

2 Min Read

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સીબીઆઈનું ભારતપોલ પોર્ટલ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં ઇન્ટરપોલ જેવી સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. સીબીઆઈએ આ અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને આ પોર્ટલ સીબીઆઈ હેઠળ કામ કરશે. આની મદદથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિદેશમાં છુપાયેલા ભાગેડુઓ અથવા અન્ય મામલાની માહિતી સીધી ઈન્ટરપોલ પાસેથી મેળવી શકશે.

આ પોર્ટલ આંતરરાષ્ટ્રીય પોલીસિંગ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સહાયક સાબિત થશે. આ પોર્ટલ ખાસ કરીને સાયબર ક્રાઈમ, ફાયનાન્સિયલ ક્રાઈમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, હ્યુમન ટ્રાફિકિંગ અને ઈન્ટરનેશનલ ગુનાઓની તપાસ ઝડપી બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આના દ્વારા રિયલ ટાઈમ માહિતી મેળવવાનું પણ શક્ય બનશે.

ભારતપોલ એક સામાન્ય પોર્ટલ છે, જેને સીબીઆઈએ ઈન્ટરપોલની તર્જ પર તૈયાર કર્યું છે. આ પોર્ટલમાં CBI, ED, NIA અને તમામ રાજ્યોની પોલીસ જેવી તમામ તપાસ એજન્સીઓનો સમાવેશ થશે. ઈન્ટરપોલની તર્જ પર તમામ રાજ્યોની સીબીઆઈ, ઈડી, એનઆઈએ અને પોલીસ સહિત તમામ એજન્સીઓને એક કોમન પોર્ટલ દ્વારા જોડવામાં આવશે. આ પોર્ટલ દ્વારા કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, નાર્કો, સાયબર ક્રાઈમ માટે વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનશે.

આ પોર્ટલ શરૂ કરવાનો હેતુ ઈન્ટરપોલ સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓના સંકલનને સરળ બનાવવાનો છે. હવે રાજ્યોની પોલીસને એ પણ ફાયદો મળશે કે આ પોર્ટલ દ્વારા તેઓ ઈન્ટરપોલને કોઈ પણ અપરાધીની માહિતી માટે સીધી વિનંતી કરી શકશે. હાલમાં રાજ્યોએ પહેલા સીબીઆઈને અપીલ કરવી પડે છે. સીબીઆઈ તેને ઈન્ટરપોલને મોકલે છે. પરંતુ હવે આ કામ સીધું કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article