Thursday, Oct 23, 2025

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ આજે થશે જાહેર, ECIએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી

2 Min Read

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ આજે જાહેર થશે. ચૂંટણી પંચ દ્વારા બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મતદાન ફેબ્રુઆરીના બીજા સપ્તાહની આસપાસ થવાની સંભાવના છે, જ્યારે પરિણામો 17 ફેબ્રુઆરીના રોજ અપેક્ષિત છે.

આ પહેલા સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે.

ચૂંટણી પંચે એ વિવાદ વચ્ચે દિલ્હીના મતદાતાઓની અંતિમ યાદી જાહેર કરી છે જેમાં મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાના આક્ષેપો થઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવા માટે અરજી દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી ચોથી વખત સત્તા જાળવવા દમ લગાવી રહી છે, તો ભજપ સત્તા પરીવર્ત થવાના દાવા કરી રહી છે. નોંધનીય છે કે 2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 67 બેઠકો મેળવીને જંગી જીત નોંધાવી હતી. ત્યાર બાદ 2020 વિધાનસભા ચૂંટણીમાં, AAPએ 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપને 2015માં માત્ર 3 અને 2020માં માત્ર 8 બેઠક જ મળી હતી.

આ પણ વાંચો :-

Share This Article