પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના મુખ્ય આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે હત્યાનો માસ્ટરમાઇન્ડ ઠેકેદાર સુરેશ ચંદ્રાકર છે. ઘટના સામે આવ્યા બાદથી જ તે ફરાર હતો. પોલીસ અનુસાર, સુરેશ હૈદરાબાદમાં પોતાના ડ્રાઇવરના ઘરે સંતાયેલો હતો. આરોપીને પકડવા માટે પોલીસે 2000થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા અને 300 મોબાઇલ નંબરની તપાસ કરી હતી.
તપાસ શરૂ કર્યા બાદ પોલીસને 32 વર્ષના ચંદ્રાકરનો શબ છતન પારા બસ્તીમાં મળ્યો હતો જે તેના ઘરની નજીક જ હતી. આ ઘટનામાં ચંદ્રાકરના બે સંબંધી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચંદ્રાકરના કઝિન ભાઇ રિતેશ ચંદ્રાકરની શનિવારે રાયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે સુપરવાઇઝર મહેન્દ્ર રામટેકે અને પીડિતના એક અન્ય સંબંધી દિનેશ ચંદ્રાકરની બીજાપુરથી અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી સુરેશ ચંદ્રાકર પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા બાદ ફરાર હતો. તેમણે કહ્યું કે, આ કેસની તપાસ માટે રચાયેલી SIT એ રવિવારે મોડી રાત્રે હૈદરાબાદથી સુરેશની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં સુરેશ ચંદ્રાકરના ભાઈઓ રિતેશ ચંદ્રાકર અને દિનેશ ચંદ્રાકર અને સુપરવાઈઝર મહેન્દ્ર રામટેકની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પત્રકાર મુકેશ ચંદ્રાકર (33) 1 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા અને 3 જાન્યુઆરીએ બીજાપુર શહેરના ચટ્ટનપારા કોલોનીમાં કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની મિલકતની સેપ્ટિક ટાંકીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
પત્રકાર મુકેશ ચંદ્રકરે કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરને બસ્તરમાં 120 કરોડ રૂપિયાનો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પત્રકાર મુકેશની હત્યાના સમાચાર બાદ કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ પછી, 1 જાન્યુઆરીથી મુકેશ ચંદ્રાકર વિશે કંઈ જાણી શકાયું ન હતું. એવું પણ સામે આવ્યું છે કે મુકેશને છેલ્લો ફોન સુરેશ ચંદ્રાકરના ભાઈ રિતેશ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરીથી મુકેશ ચંદ્રાકરનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. એવો દાવો કરવામાં આવે છે કે લાશને ટાંકીમાં મુકવામાં આવી હતી અને તેના પર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, આ પછીથી જ પોલીસને શંકા ગઈ હતી.
આ પણ વાંચો :-