સુરતમાં પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાઈ ગયું હતું. લોકી લુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા હતા. યુવક દુકાનેથી ઘરે જતો હતો ત્યારે આ ઘટના બની હતી.

ઉત્તરાયણ પર્વને હજુ તો 15 દિવસ જેટલો સમય બાકી છે તે પહેલા જ સુરતમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હોવાનો બનાવ સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં 34 વર્ષીય રાકેશ મનોજ પરમાર પરિવાર સાથે રહે છે. રાકેશ બેગમપુરમાં મોટી ટોકીઝ સ્થિત સ્પોર્ટની દુકાન ચલાવે છે. રાકેશ દુકાન બંધ કરી બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન મહિધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હીગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થતો હતો.
યુવક લોહીલુહાણ થઈ જતા તેને 108ની મદદથી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવકને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. યુવકને ગળાના અંદરના ભાગે ક અને બહારના ભાગે 15 ટાંકા મળી કુલ 20 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.