દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો AAP નેતાઓ I.N.D.I.A.ના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે.
આમ આદમી પાર્ટીના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો સાથે વાત કરવાની તૈયારીમાં પણ છે. આપ પાર્ટી કોંગ્રેસ દ્વારા અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ FIR કરાવવાની નારાજ છે. વળી, છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતાઓએ જે રીતે નિવેદનબાજી કરી છે, એમ લઈને પણ આપ પાર્ટીના નેતાઓમાં ખાસ્સી નારાજગી છે. હવે આપ પાર્ટી ઇચ્છે છે કે હવે એક નવું ગઠબંધન બનાવવામાં આવે, જેમાંથી કોંગ્રેસને એમાં સામેલ કરવામાં ના આવે.
દિલ્હીમાં મફતની યોજનાઓને લઈને રાજકીય પારો ઊંચે ગયો છે. યૂથ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને દિલ્હીનાં CM આતિશીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યૂથ કોંગ્રેસે 25 ડિસેમ્બરે પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં યૂથ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અક્ષય લાકરાએ કહ્યું હતું કે અમે કેજરીવાલ વિરુદ્ધ BNSની કલમો 316, 317 હેઠળ કેસ નોંધાવડાવ્યો છે. દિલ્હીના આરોગ્ય વિભાગે દિલ્હી સરકારની બે મોટી મહિલા સન્માન અને સંજીવની યોજનાને લઈને એક નોટિસ જારી કરી હતી. આપ પાર્ટીના સંયોજક કેજરીવાલે એની ઘોષણા કરી હતી. દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આરોગ્ય વિભાગે ચેતવણી આપતાં કહ્યું હતું કે દિલ્હી સરકારની આ પ્રકારની હાલ કોઈ યોજના નથી.
આ પણ વાંચો :-