
મેષઃ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા બપોર બાદ આવકનું પ્રમાણ ધટે. અગ્તયના કાયો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું.
વૃષભઃ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શકય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.
મિથુનઃ
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યકિતઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિ થી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાયોણાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.
કર્કઃ
શુભ પ્રસંગનું આયોજન શકય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય.
સિંહઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાયોની શરૂઆત શકય બને. જમીન, મકાન થી લાભ. સ્થાવર જંગમ મિલતની ખરીદી, વેચાણ શકય બને. આરોગ્યની કાળજી જરૂરી.
કન્યાઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગિતથી આનંદ થાય. કાર્યમાં સફળતા યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઇમ્પોટે એકસપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.
તુલાઃ
વિનયી, વિવેકી માનવતાવાદી વલણને કારણે યશ. પ્રતિષ્ઠા વધે. સાચુ ખોટુ પારખવાની કુદરતી શકિતને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક જાહેર ખબર ટ્રાન્સપોર્ટના ક્ષેત્રે માં લાભ. છાતી પેટના રોગોથી સાવધાની જરૂરી.
વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્ગવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થયમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.
ધનઃ
આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ધટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.
મકરઃ
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગ્તયના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ધટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.
કુંભઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય.આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં. અન્યથા ફસાઇ જવાના યોગ છે.
મીનઃ
સંતાન સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.