Tuesday, Oct 28, 2025

અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ, 15ના મોત

1 Min Read

કઝાકિસ્તાનમાં 98 લોકો સાથેનું વિમાન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના અલ્માટી એરપોર્ટ પાસે થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ઉડાન ભર્યા બાદ તરત જ આ અકસ્માત થયો હતો. વિમાન એક ઈમારત સાથે અથડાયું અને અનેક ભાગોમાં તૂટી પડ્યું. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. વિમાનમાં 93 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા.

કેટલાક અહેવાલો અનુસાર અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ 8243માં 98 લોકો સવાર હતા. મોટી સંખ્યામાં જાનહાનીની શક્યતા છે. જોકે જાનહાની અંગેના સત્તાવર અહેવાલ હજુ મળ્યા નથી.

કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે ગ્રોઝનીમાં ગાઢ ધુમ્મસને કારણે પ્લેનને અક્તાઉ તરફ વાળવામાં આવ્યું હતું. અઝરબૈજાન એરલાઈન્સનું આ વિમાન દુર્ઘટના પહેલા ઘણી વખત એરપોર્ટ પર ચક્કર લગાવ્યું હતું. જાનહાનિ વિશેની વિગતો અથવા અકસ્માતનું ચોક્કસ કારણ તાત્કાલિક ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો :-

Share This Article