Saturday, Sep 13, 2025

બિહાર સહિત 5 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, જુઓ યાદી

1 Min Read

દેશના અનેક રાજ્યોના રાજ્યપાલોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિહાર, ઓડિશા, મિઝોરમ, કેરળ, મણિપુરના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના રાજ્યપાલ પદેથી રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની પણ નિમણૂક કરી છે.

મહત્વનું છે કે રાષ્ટ્રપતિએ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને હવે બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article